- અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયાતારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયાશું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓઆજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
- છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
- જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.અને એ રસ્તો એને જ મળતો હોય છેકે જેનો ચહેરો સદાય હસતો હોય છે
- દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
- પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો….
- આ જિંદગી આમ જુઓ તો અમારી છેપણ એમા થોડી મહેરબાની તમારી છેભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓપણ એમા કિસ્મત લખેલી અમારી છે
- ના તને ખબર પડી ના મને ખબર પડી,કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડીકારણમાં કઇ નહીં બે આંખ લડીહું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી
1 comment:
ચાહુ છુ તને
અણધાર્યા રચાતા તારામૈત્રકના સમ, ચાહુ છુ તને
ગગન પર મીટ માંડતા ચાતકના સમ, ચાહુ છુ તને
છૂપાવી દઇશ તને આ ગઝલોની આડમાં
ગુલાબની રક્ષા કરતાં કંટકના સમ, ચાહુ છુ તને
આકાશે ઝબૂકતી વીજના સમ, ચાહુ છુ તને
રઢીયાળી અષાઢી બીજના સમ, ચાહુ છુ તને
મળવાનો વાયદો કરે અને ન આવે તુ
ઇંતજાર કરતા ચઢતી ખીજના સમ, ચાહુ છુ તને
Pearl..
Post a Comment